માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે
Live TV
-
નવરાત્રિ એટલે માઁ આદ્યશક્તિની આરાધનાનું પર્વ. આ દિવસોમાં માતાજીની પૂજા અર્ચના સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે
નવરાત્રિ એટલે માઁ આદ્યશક્તિની આરાધનાનું પર્વ. આ દિવસોમાં માતાજીની પૂજા અર્ચના સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે. તાપી જિલ્લાના બુહારી ગામના યુવાન ઉપ સરપંચ સુરજભાઈ દેસાઈએ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં આજુબાજુના 30થી 40 ગામોના લોકો સાથે મળી ને નવરાત્રિ ઉજવે છે. આ મહોત્સવમાં નવરાત્રિ દરમિયાન જે આવક થાય છે તેનો ઉપયોગ 3000 જેટલા બાળકોના અભ્યાસ તેમજ સામાજિક કાર્ય માટે વાપરવામાં આવે છે.
હાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે. ખેલૈયાઓ પણ રાસની રમઝટ બોલાવી રહ્યા છે. આ મહોત્સવ દરમિયાન તમે ગરબે ઘૂમતી બાળાઓ વિશે તો અનેક વાર સાંભળીયું હશે. પણ તમને એવું કહેવામાં આવે કે બાળાઓ સાથે મંડપ પણ ગરબી ઘૂમે છે તો. કદાચ આ વાત સાંભળીને વિશ્વાસ નહીં આવે પરંતુ આ હકીકત છે. આજે અમે તમને વાત કરવાના છીએ ગરબે ઘૂમતા મંડપ વિશે.
નવરાત્રિના નવ દિવસ મોટેરાઓ સાથે બાળકો પણ અનેરા ઉત્સાહ અને ઉમંગથી ઉજવી રહ્યા છે. અમદાવાદમાં શેરી મહોલ્લા તેમજ સોસાયટી પરિવારોમાં બાળકોમાં નાનપણથી જ એક સૂત્રતા સમરસતા જળવાઈ રહે તેવા પ્રયત્નો સાથે બાળકો સાથે લોકો ભેગા મળીને ગબ્બર દર્શનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવે છે. અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં રામબાગ ખાતે છેલ્લા 12 વર્ષથી ગબ્બરની પ્રતિકૃતિ બાળકો અને મોટેરાઓ દ્વારા બનાવવામાં આવે છે. બાળકો નવ દિવસ સુધી આરતી અને પૂજા કરી નાના મોટા સૌ સાથે મળી ગરબાનો આનંદ લે છે.