અરવલ્લી કલેક્ટરનો બાળકો માટે અનોખો પ્રયાસ
Live TV
-
એક દિવસ માટે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરના પદ માટે બાળકોની પસંદગી કરી અધિકારીઓના કાર્યોથી અવગત કર્યા
બાળકોને એક દિવસ માટે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી સાથે કામ કરવાની તક મળે તો બાળકો માટે તે આજીવન યાદ રહે તેવો અનુભવ બની રહે. આવો જ વિચાર અરવલ્લી જિલ્લા કલેકટર નાગરાજનને આવ્યો. તેમણે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા તેમજ કલેક્ટરના પદ માટે બાળકોની પસંદગી કરી , અને એક દિવસ માટે તેમને અધિકારીઓના કાર્યોથી અવગત કરાવ્યા હતા. આ ત્રણેય બાળકો ચૂંટણી પંચ આયોજીત મતદાન જાગૃતિ વક્તૃત્વ સ્પર્ધામાં, પ્રથમ ત્રણ નંબરે આવ્યા હતા. તેમને આ નવતર ભેટ મળી હતી. બાળકો પણ આ નવા અનુભવથી ખુશ થયા હતા અને ઉચ્ચ કારર્કિર્દી ઘડવાની નેમ વ્યક્ત કરી હતી.