મોડાસાની સર્વોદય હાઇસ્કૂલમાં ઉજવાયો વાર્ષિકોત્સવ, પર્યાવરણનું જતન કરવાનો સંદેશ
Live TV
-
મોડાસાની શ્રી.સી.જી. બુટાલા સર્વોદય હાઇસ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડળ સહિત વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શાળામાં બાળકો આખુ વર્ષ અભ્યાસ કરી ઉપલા ધોરણમાં પ્રવેશ કરે છે, જેને લઇને શાળાઓમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ જ ઉદ્દેશ્ય સાથે ઉજવાતો વાર્ષિક મહોત્સવને લઇને બાળકોના ઉત્સાહની સાથે સાથે તેમનામાં રહેલી પ્રતિભાના પણ દર્શન થતાં હોય છે. મોડાસા કેળવણી મંડળ દ્વારા શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલ ખાતે વાર્ષિકોત્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સામાજિક કાર્યકરો, વાલીઓ સહિત વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધન કરતા પ્રાંત અધિકારીઓ બેટી બચાવો બેટી પઢાવોને પ્રધાન્ય આપવા માટે વાલીઓને અપીલ કરી હતી. તેમજ પર્યાવરણનું જતન કરવા ઘેર ઘેર તેમજ શાળાઓમાં વૃક્ષોનો ઉછેર કરવા પણ આહ્વાહન કર્યું હતું. શાળાના વાર્ષિક મહોત્સવને લઇને બાળકોએ વિવિધ સંદેશાઓ આપતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.