રમઝાનના અંતિમ દિવસો, બજારમાં ઈદની ધામધૂમથી થઈ રહી છે ખરીદી
Live TV
-
આજે 27 મુ રોજુ એટલે કે હરણી રોજુ છે. આ રોજુ હિંદુ લોકો પણ કરતા હોય છે.
ઈસ્લામ ધર્મનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે સૌ બિરાદરો ઇસ્લામના આદેશ મુજબ રોઝા રાખે છે. દરેક રોઝાનું ખાસ કારણ હોય છે. આવા કાળઝાળ ગરમીના માહોલમાં પણ શ્રદ્ધા અને ભાવથી ધર્મનું પાલન કરતા તેઓ સૌ ખુશ છે.
રોજ રોઝા રાખવા, છોડવું તેમજ નમાજ, ન્યાઝ વગેરે કરતા હોય છે તેમજ રોજીનું કામ પણ કરતા હોય છે ત્યારે આજે 27 મુ રોજુ એટલે કે હરણી રોજુ છે. આ રોજુ હિંદુ લોકો પણ કરતા હોય છે.
જૂનાગઢમાં રોઝા દરમ્યાન કોમી એકતાના થયા દર્શન
જૂનાગઢ દત્ત અને દાતાર ની ભૂમિ છે અહીં લોકો સૌ એક બીજાના ધર્મ નો આદર કરે છે.ઘણા લોકોએ હરણી રોજુ રાખી ને કોમી એકતા ના દર્શન કરાવ્યા હતા.હરણી રોઝા ની આગલી રાત મોટી રાત અને હરણી રોઝા ઓ દિવસ મોટો દિવસ ગણવામાં આવે છે તેમાં રોઝો એક કલાક મોડો છૂટે છે તેમજ લોકો એક બીજાને મીઠું મોં કરાવી છોડાવે છે.ધોરાજી ખાતે બજારોમાં ખરીદીની ધૂમ
ધોરાજી ખાતે મુસ્લિમોના પવિત્ર માસ રમજાનની એકતા અને વિવિધતા પૂર્વક ઉજવણી થઈ રહી છે. શહેરની સમગ્ર મસ્જિદોમાં રોઝા ઈફતારી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યારે રમજાન માસ હવે તેના અંતિમ ચરણોમાં છે ત્યારે મુસ્લિમ બિરાદરો બંદગીમાં લિન બન્યા છે. બજારોમાં ઈદની ખરીદીની ધુમ જોવા મળી રહી છે. મુસ્લિમ વિસ્તારો રંગબેરંગી લાઈટિંગથી ઝગમગી ઉઠ્યા છે. આજ રોજ બુધવારે 27 મું રોજું છે જેને લોકો હરણી રોજા તરીકે ઓળખે છે. આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા સારા વરસાદ માટે તેમજ દેશની પ્રગતિ માટે દુઆ કરાઈ હતી સાથે જ ગરીબ અને જરૂરિયાતમંદને મદદરૂપ થવા પર ભાર મુકાઈ રહ્યો છે.