દિવ્યાંગ હિન્દુ ભાઈ-બહેનો દ્વારા મુસ્લિમ ભાઈઓને રોજાના ઉપવાસ છોડાવ્યા
Live TV
-
રાહ ફાઉન્ડેશન દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ આપ્યો.
રાહ ફાઉન્ડેશન દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ આપતા દિવ્યાંગ હિન્દુ ભાઈ-બહેનો દ્વારા મુસ્લિમ ભાઈઓને રોજાના ઉપવાસ છોડાવ્યા હતા. હિન્દુ ધર્મમાં અધિક માસનું જેટલું મહત્વ છે. તેમ મુસ્લિમ ધર્મમાં રમઝાનનું પણ એટલું જ મહત્વ છે ત્યારે આ પવિત્ર માસમાં રાહ ફાઉન્ડેશન દ્વારા રમઝાન માસમાં રોજાના ઉપવાસ કરતા પ્રજ્ઞાચક્ષુ મુસ્લિમ યુવકોને પવિત્ર અધિક માસ ઉજવતી હિન્દુ પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ એક સાથે બેસી સામાજિક સમરસતા અને માનવીય પ્રેમઅભિગમનું ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો દ્વારા ગીત સંગીત કવિતા, પાઠ અને વિચારો વ્યક્ત કરી સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો.