Skip to main content
Settings Settings for Dark

લાઠીના મતીરાળાની 'સખીઓ'ને દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર અપાશે

Live TV

X
  • સમગ્ર વિશ્વમાં આગામી ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવશે. જેની ઉજવણીના ભાગરૂપે ૭ માર્ચના ગ્રામ વિકાસના કેન્દ્રીય મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે અમરેલી જિલ્લાના લાઠીના મતીરાળાની 'સખીઓ'ને ગ્રામ વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કૃત કરવામાં આવશે. નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (NRLM) અંતર્ગત સમગ્ર દેશમાંથી પસંદગી પામેલા ૩૦ જેટલા સ્વ સહાય જૂથોમાંથી આખા ગુજરાતમાંથી એકમાત્ર મતીરાળાની બહેનોનું મંડળ પાંચમા ક્રમે આવતા બહેનોને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનાર કાર્યક્રમમાં પુરસ્કૃત કરવામાં આવશે. આ મંડળ સમગ્ર ગુજરાતના આશરે ૨ લાખથી વધુ મંડળોમાંથી સર્વશ્રેષ્ઠ મંડળ તરીકે પસંદ થયેલ છે.

    સમગ્ર વિશ્વમાં આગામી ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવશે. જેની ઉજવણીના ભાગરૂપે ૭ માર્ચના ગ્રામ વિકાસના કેન્દ્રીય મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે અમરેલી જિલ્લાના લાઠીના મતીરાળાની 'સખીઓ'ને ગ્રામ વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કૃત કરવામાં આવશે. નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (NRLM) અંતર્ગત સમગ્ર દેશમાંથી પસંદગી પામેલા ૩૦ જેટલા સ્વ સહાય જૂથોમાંથી આખા ગુજરાતમાંથી એકમાત્ર મતીરાળાની બહેનોનું મંડળ પાંચમા ક્રમે આવતા બહેનોને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનાર કાર્યક્રમમાં પુરસ્કૃત કરવામાં આવશે. આ મંડળ સમગ્ર ગુજરાતના આશરે ૨ લાખથી વધુ મંડળોમાંથી સર્વશ્રેષ્ઠ મંડળ તરીકે પસંદ થયેલ છે.
    દસ બહેનોના સંગમ બચત મંડળના પ્રમુખ ઇન્દુબેન બોરસાણિયા જણાવે છે કે ૨૦૧૫માં મંડળની સ્થાપના થયા બાદ ૨૦૧૬માં રિવોલ્વીંન્ગ ફંડ રૂ. ૧૦,૦૦૦/- મળ્યા. જેના થકી કોઠી આઈસક્રીમના ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી શક્યા. જેમાં સફળતા મળતા ગ્રામ સંગઠનમાં જોડાઈને રૂ. ૫૦,૦૦૦/- નું સી.આઈ.એફ. મેળવી વાહનોના જુના ટાયરમાંથી ટીપોઈ બનાવી ગુજરાતમાં ઘરે ઘરે મોકલતા થયા. પરિણામે હજારોની આવક થતા બેંકે અમારી ક્રેડિટ જોઈ વધુ રૂ. ૫૦,૦૦૦/-નું ધિરાણ આપ્યું. કોઠી આઇસક્રીમ અને ટીપોઈનો ગૃહ ઉદ્યોગ જાળવી રાખી મંડળના બીજા બહેનોને સિલાઈ કામ, ભરત-ગુંથણ જેવા કામો શીખવાડી મંડળને નવી દિશા આપી. બેંકને રૂ. ૫૦,૦૦૦/- પરત આપ્યા બાદ આજે એક લાખ ઉપરની મૂડીની બચત કરી છે તેમજ તમામ સખીઓને નાની મોટી રકમ ધિરાણમાં આપી છે. આ ઉપરાંત મંડળના બહેનો આ મૂડી થકી આઈસક્રીમના ગૃહ ઉદ્યોગ માટે જરૂરી સાધનો, પશુપાલન માટે ભેંસો, સીવણ ઉદ્યોગ માટે સંચાની ખરીદી કરી આર્થિક ઉપાર્જન મેળવતા થયા છે. આજે અમારા પરિશ્રમ અને સરકારની આ યોજનાનો લાભ લઇ અમે આર્થિક રીતે ઘણા સમૃદ્ધ થઈ કુટુંબમાં માન-સન્માન મેળવ્યું છે.
    જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમારે જણાવ્યું હતું કે સમાજની ગરીબ તથા વંચિત મહિલાઓ અને નબળા અને વંચિત વર્ગના લોકોને સાતત્પૂર્ણ રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવા સરકાર પ્રયત્નશીલ છે. પ્રવર્તમાન વિકાસ કાર્યક્રમો અને યોજનાઓનો સમન્વય કરીને તથા અન્ય બિનસરકારી સંસ્થાઓ અને ઔદ્યોગિક ગૃહો સાથે ભાગીદારી સાધીને આ જૂથના લોકોનો વિકાસ થાય એ દિશામાં તંત્ર કાર્ય કરે છે. મતીરાળાની સંગમ બચત મંડળની બહેનોએ પોતાની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે તે ખરેખર પ્રશંશનીય છે. આ મંડળની સફળતાએ સમાજ તેમજ અન્ય મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે બદલ એમને અભિનંદન પાઠવું છું.
    જિલ્લાના મેનેજર કિરણ વ્યાસ જણાવે છે કે મંડળની બહેનોને ગૃહ ઉદ્યોગ કે નાના મોટા વ્યવસાયો કરવા માટે આ યોજના અંતર્ગત સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સંગમ બચત મંડળની બહેનોએ  તમામ તાલીમોમાં શીખવવામાં આવતી દરેક વસ્તુઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરી વહીવટી કામગીરીની સાથે સાથે સારું ટીમ વર્ક પણ કર્યું છે. સમગ્ર ગુજરાતમાંથી અમરેલીના મતીરાળાને રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કાર મળે છે એ ખરેખર પ્રશંશનીય છે. મંડળની બહેનોએ વિવિધ પ્રવૃતિઓ કરી રોજગારીની તકો ઉભી કરી છે અને બીજી બહેનોનો પણ સર્વાંગી ઉત્કર્ષ કરી પગભર બનાવી છે. આવી ઉત્કૃષ્ટ કામગીરી બદલ એમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2025 Max Temp : °C Min Temp : °C
apply