હોળીના તહેવાર માટે કેસુડાના ફૂલથી રંગો બનાવવાની ગ્રામીણ પરંપરા
Live TV
-
આજના યુગમાં લોકો જ્યારે સીન્થેટીક અને કેમિકલયુક્ત કલર વડે રંગ પર્વ ધુળેટી મનાવે છે, ત્યારે કુદરતી કલર ગણાતા અને ભરપૂર આયુર્વેદિક મહત્વ ધરાવતા કેસુડાના ફૂલ પંચમહાલ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, અને ગ્રામ્ય વિસ્તારોમાં તેના કલરથી જ રંગપર્વ ધુળેટી મનાવાય છે
ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી, આ દિવસે ગામે ગામે અને શહેરોમાં મુખ્ય ચોક કે જગ્યા પર હોળી પ્રગટાવવામાં આવે છે, જેના બીજા દિવસે રંગ પર્વ એટલે કે ધુળેટી મનાવાય છે,જેમાં લોકો એક બીજા પર કલર છાંટી આનંદ માણતા હોય છે, આજના હાઇટેક યુગમાં લોકો ધુળેટીમાં સીન્થેટીક અને વધુ પ્રકારના રાસાયણિક તત્વો યુક્ત કલર વાપરતા થયા છે , જે ક્યારેક શરીર માટે હાનીકારક પણ બને છે, જ્યારે પંચમહાલ જિલ્લો કુદરતી વનરાજીથી ભરપૂર જિલ્લો કહેવાય છે,જેમાં ઘણા ગાઢ જંગલો આવેલા છે અને તેમાં જાતજાતની વનસ્પતિ થાય છે, જેમાંની એક છે કેસુડો. ખાખરાના ઝાડ પર જે ફૂલ આવે છે તેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે, પાનખર ઋતુમાં જ્યારે વૃક્ષોના પાંદડા ખરી પડે ત્યારે ફાગણ માસની શરૂઆતમાં કેસુડા ના ફૂલ આવતા હોય છે, કેસુડો એ પ્રાકૃતિક કલર ગણાય છે,જેના ફૂલમાંથી કલર બનાવવામાં આવતો હોય છે, જેનો ઉપયોગ શરીરના ચામડીના રોગોને મટાડવા થાય છે , વળી તેના દ્વારા ધુળેટી પણ રમી શકાય છે, અને કેસુડો સરળતાથી મળી પણ રહેતો હોય છે, પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક પરિવારો આ કેસુડાના ફૂલ વેચી ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે હોળી માં જો લોકો કેસુડાના ફૂલને મહત્વ આપશે તો આ પરિવારોને સરળતાથી રોજગારી પણ પ્રાપ્ત થશે.જેને લઇને ગોધરા શહેરના એક આયુર્વેદિક તબીબ જણાવી રહ્યા છે કે ધુળેટી પર્વમાં સીન્થેટીક કે કેમિકલ યુક્ત કલરને બદલે કુદરતી કલર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ, જેનાથી ચામડીથી થતા રોગોથી બચી શકાય, કેસુડાના ફૂલનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. ગ્રામ્ય વિસ્તારના લોકો આ જ કેસુડાના ફૂલના રંગ બનાવી હોળી રમતા હોય છે, તેઓ જણાવે છેકે કેસુડાના પાણી વડે નાહવાથી ગરમી પણ દૂર થાય છે, કેસુડાના વૃક્ષના પાન વડે પડિયા પતરાળાં પણ બનાવી શકાય છે, આમ કેસુડાના વૃક્ષ અનેક રીતે ઉપયોગી છે.