વરસાદને રીઝવવા પારસી સમાજની અનોખી પરંપરા, પરંપરાગત ઘી-ખીચડી રાંધવામાં આવશે
Live TV
-
નવસારી તેમજ આસપાસના વિસ્તારોમાં પારસી સમાજ દ્વારા વરસાદને રિઝવવા ઘી ખીચડીનો કાર્યક્રમ કરવામાં આવે છે. વર્ષ 1959થી શરૂ થયેલી આ પરંપરા મુજબ પુરૂષ વર્ગ નવસારીની શેરીઓમાં ફરીને ચોખા, દાળ, ઘી, તેલનું દાન લે છે. અને પારસી લોક ગીત "ઘી ખીચડીનો પૈસો દોઢિયાનો, વરસાદજી આયેગા" જેવા ગીતો પણ ગાય છે. ત્યાર બાદ દાનમાં મળેલા દાળ -ચોખાની ખીચડી બનાવીને સામૂહિક ભોજન પણ કરે છે. ભારતમાં ખેતી વરસાદ આધારિત છે, ત્યારે આ રીતે પરંપરાગત રીતે વરસાદને રીઝવવાથી વરસાદ સારો થાય છે તેવી ધાર્મિક માન્યતાને આધારે પારસી સમાજ દર વર્ષે આ પરંપરાને અનુસરે છે.