મહીસાગર જિલ્લામાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત માટીના પૃથક્કરણ માટે દરેક ગામમાંથી માટીના નમૂના લેવાયા
Live TV
-
મહીસાગર જિલ્લામાં જમીનમાં તત્વોની ઊણપ જાણવા સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2024-25 અંતર્ગત માટીનું પૃથક્કરણ કરાવવા દરેક ગામમાંથી માટીના નમૂના લેવામાં આવ્યા હતા.
લુણાવાડા તાલુકાના આંકલવા ગામે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે ખેતરમાં વિશેષ ઝીગ-ઝેગ પધ્ધતિથી માટીના નમૂના લીધા હતા. માટીના નમૂનાઓનું મહીસાગર જિલ્લાની જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતે માટીના નમૂનાનું પૃથક્કરણમાં કરવામાં આવશે અને ખેડૂતોને વિના મૂલ્યે સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે.