વેકેશનમાં મહિલાઓને રોજગાર લક્ષી બેકરીના તાલીમ વર્ગ શરૂ કરાયા
Live TV
-
નાના પાયાના ઉધોગો માટે સરકારની એક અનોખી પહેલ, લોકો સ્વનિર્ભર બનવા માટેની તક.
ગુજરાત રાજ્યમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટીમાં બેકરી શાળા કાર્યાન્વિત છે. જેમાં બેકરીની વાનગીઓના વિવિધ વર્ગો ચાલે છે. જેમાં વેકેશનમાં મહિલાઓ માટે ખાસ એક અઠવાડિયાના વર્ગો પણ ચાલે છે. જેમાં થિયરી સાથે પ્રેકટીકલ ડેમો બતાવીને શીખવાડવામાં આવે છે. આધુનિક સમયમાં બેકરી ઉદ્યોગ ખુબ વિકસ્યો છે. તેમજ રોજિંદા જીવનમાં બેકરીની વાનગીઓનો સતત ઉપયોગ થતો હોય છે. જેમાં બ્રેડ, પાવ, પફ, ખારી, નાનખટાઇ, પીઝા, બિસ્કિટ, કેક વગેરે મહિલાઓને કોર્સમાં શીખવવામાં આવે છે. જેનાથા ઘરે બેઠા નાનો રોજગાર મેળવી શકે તે માટે શરૂ કરવામાં આવ્યો છે. 15 દિવસના આ કોર્સમાં સરકાર તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. તો રોજગારી માટે લોન પણ આપવામાં આવે છે. ખાસ કરીને આ પ્રમાણપત્રના આધારે વિદેશમાં હોટલ અને રોસ્ટોરનો વ્યવસાય પણ સ્થાપિત કરી શકાય છે.