અમદાવાદમાં મિનિ મેરેથોડ દોડ યોજાઈ , પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા લીધો સંકલ્પ
Live TV
-
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ ગીર ફાઉન્ડેશન દ્વારા AES ગ્રાઉન્ડથી મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું
પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ બીટ પ્લાસ્ટિક પ્રદૂષણ છે. પ્લાસ્ટિકના ખતરાને લઈને લોકોમાં જાગૃતિ આવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડે તેમજ તેને રિસાઈકલ કરવામાં આવે તો પ્રદૂષણમાં ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ ગીર ફાઉન્ડેશન દ્વારા AES ગ્રાઉન્ડથી મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અઢી કિલોમીટરની યોજાયેલી દોડમાં 5 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે ફલેગ ઓફ કરીને દોડનો પ્રારંભ કરાવ્યો હતો. તો દોડ પહેલાં લોકોએ જુમ્બા ડાન્સની પણ મજા માણી હતી. આ પ્રસંગે મેયર ગૌતમ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ પ્લાસ્ટિક પ્રદૂષણને રોકીને પર્યાવરણને બચાવવાનો સંકલ્પ લીધો હતો.