પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ ભર્યા સંબંધો વિકસાવવા સેમિનાર યોજાયો
Live TV
-
સેમિનારમાં સફળતાનું રહસ્ય, મેમરી પાવર વધારવાની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ ભર્યા સંબંધો વિકસાવવા તથા જન માનસમાં પોલીસ વિભાગ પ્રત્યે આદર અને સન્માનની ભાવના ઉજાગર કરવાના હેતુ સાથે એક સેમિનાર યોજાઈ ગયો. સમાજના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્તરે પછાત તથા મજૂર વર્ગોના બાળકોને શિક્ષણ લીધા બાદ સરકારી નોકરીમાં ભરતી અંગેની વિવિધ પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવા માટે કારકિર્દી માર્ગદર્શન અને પરીક્ષાઓની તૈયાર વિષયક સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ સેમિનારમાં સફળતાનું રહસ્ય, મેમરી પાવર વધારવાની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.