સજીવ ખેતી જાગૃતિ અભિયાન મેડિકલ મોબાઈલ વાનનું કરાયું લોકાર્પણ
Live TV
-
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાળીડોળી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલાએ મોબાઇલ વાનનું કર્યું લોકાર્પણ.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાળીડોળી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલાના અઘ્યક્ષ સ્થાને સજીવ ખેતી જાગૃતિ અભિયાન મેડિકલ મોબાઈલ વાન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંતો અને સ્વામિનાયારણ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કૃષિ મંત્રી દ્વારા ખેડૂતોને આધુનિક ટૅક્નૉલૉજીથી ખેતી કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવા માટે સરકારના પ્રયાસો વિશે વાત કરી હતી. તેમજ સરકારની કૃષિ લક્ષી વિવિધ યોજનાઓ વિશે પણ સમજ આપવામાં આવી હતી. કૃષિ મંત્રીના રોકાણ દરમ્યાન તેઓના વતનમાં ગુજરાત વિદ્યુત બૉર્ડમાં લાઇન મેનની નોકરી કરતા જાફરભાઈ ભીલ તેમને સર્કિટ હાઉસમાં સાથે સૌજન્ય મુલાકાત કરી હતી અને જૂની યાદો વાગોળી હતી.