સુરત અને ગુજરાતમાં પણ બાળમજૂરી અને ચાઇલ્ડ ટ્રાફિકિંગનુ દૂષણ: ડો. કૈલાશ સત્યાર્થી
Live TV
-
નોબલ પ્રાઇઝ વિજેતા ડો. કૈલાશ સત્યાર્થીએ મુખ્યમંત્રી વિજય રૃપાણી અને રાજ્યપાલ ઓ.પી. કોહલીની ઉપસ્થિતિમાં સુરત ખાતેના એક કાર્યક્રમમાં જણાવ્યુ.
દેશના અન્ય રાજ્યો- શહેરોની માફક ગુજરાત અને સુરતમાં પણ બાળમજૂરી અને ચાઇલ્ડ ટ્રાફિકિંગનુ દૂષણ હોવાનુ નોબલ પ્રાઇઝ વિજેતા ડો. કૈલાશ સત્યાર્થીએ મુખ્યમંત્રી વિજય રૃપાણી અને રાજ્યપાલ ઓ.પી. કોહલીની ઉપસ્થિતિમાં સુરત ખાતેના એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ. તેમણે મુખ્યમંત્રી અને રાજ્યપાલને રાજ્યના વિકાસને આ બુરાઇથી મુક્ત કરાવવા અપીલ કરી હતી.
કૈલાશ સત્યાર્થીએ જણાવ્યુ હતુ કે, દેશના જુદા- જુદા રાજ્યો- શહેરોમાં બાળમજૂરી, ચાઇલ્ડ ટ્રાફિકીંગનુ દૂષણ પ્રવર્તી રહ્યુ છે. દેશમાં બાળ અપરાધના કિસ્સા વધ્યા છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ પ્રમાણે, ગુજરાતમાં આ પ્રકારના કિસ્સા વધ્યા નથી, તે સારી વાત છે. પરંતુ, આમછતા બાળમજૂરી અને ચાઇલ્ડ ટ્રાફિકીંગનુ દૂષણ છે તે એક હકિકત છે. જે દૂર કરવા માટે સરકાર, વેપાર જગત, સામાજિક- ર્ર્ધાિમક સંગઠનો સૌના સહિયારા પ્રયત્નો જરૃરી છે. વધુમાં તેમણે દેશમાં બાળકોના યૌનશોષણના વધી રહેલા કિસ્સાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે પ્રતિ કલાક ચાર બાળકો યૌન શોષણ કે છેડતીનો ભોગ બને છે. જેમા મહદઅંશે નજીકની જ કોઇ વ્યકિતની સંડોવણી હોય છે.
આ પ્રકારના કિસ્સામાં કેસ વર્ષો સુધી ચાલે છે. ઘણાં રાજ્યોમા તો ૯૯-૧૦૦ વર્ષથી પણ વધુ થઇ જાય છે. ગુજરાતમાં પણ આ પ્રકારના કેસમાં લાંબો સમય નીકળી જાય છે. કેસનો ઝડપથી નિકાલ થાય તે માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની માફક નેશનલ ચાઇલ્ડ ટ્રીબ્યુનલ બનાવવાની જરૃર છે. વધુમાં જણાવ્યુ હતુ કે, આ પ્રકારના કેસમાં આરોપીને તો, સજા થઇ જાય છે પરંતુ, પીડીત તથા તેના પરિવારને સામાજિક- કૌશલ્યમાં રાહત મળતી નથી. તે માટે પૂરતુ બજેટ ફાળવાવુ જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકારો બાળકો માટે ફંડ એલોકેશન કરે છે પરંતુ, તે ખૂબ ઓછુ છે. કેન્દ્ર સરકાર દ્વારા બાળશોષણ અને ચાઇલ્ડ ટ્રાફિકિંગ અટકાવવા માટે ખાસ કાનૂન બિલ તૈયાર કરવામા આવી રહ્યુ છે. જે હવે પછીના લોકસભા સત્રમાં રજૂ થઇ શકે છે. જેને તમામ પક્ષ- વિપક્ષે જવાબદારી પૂર્વક મહિલાઓ- બાળકોના હિતમાં પસાર કરાવવુ જોઇએ.