પૂનમ ભરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું
Live TV
-
દ્વારકાના જગત મંદિરમાં સવારથી જ તીર્થ સ્નાન કરવા અને દર્શન કરવા મોટી સંખ્યામાં ભીડ લાગી.
આજે મોટી પૂનમ યાત્રાધામ દ્વારકામાં ઉમટ્યું માનવ મહેરામણ. એક લાખ જેટલા લોકોનું માનવમહેરામણ ઉમટી પડ્યું છે. તીર્થ સ્નાન કરી દર્શનાથીઓ ભાવવિહોર થયા હતા.
યાત્રાધામ દ્વારકામાં મંગળવારે વહેલી સવાર ૪ વાગ્યા થઈ જ માનવ મહેરામણ આવી પડયું છે. દર્શન માટે લાંબી લાઈનો લગાવી હતી. દર ત્રણ વર્ષ આવતા પરષોત્તમ માસની પૂનમને મોટી પૂનમ માનવામાં આવે છે. ત્યારે સવારે ૪ વાગ્યા થી જ દ્વારકાના જગત મંદિરના દ્વાર પર ભાવિકો લાઈનો લગાવી હતી. જગત મંદિરના દર્શન કરી ભાવિકો પવિત્ર તીર્થ સ્નાન કરતાં ગોમતી પાણીમાં ડૂબકીઓ લગાવી હતી. તો તમામ મહિલાઓએ ગોમતી ઘાટ સ્થિત પરષોત્તમ રાયજીના મંદિર પૂજન અર્ચન કરી ઘાટે કઠા ગોરનું પૂજન કરી આરતી કરી હતી. સમગ્ર મંદિર પરિસર તથા જગત મંદિર જતા માર્ગો પર માનવ કીડિયારું ઉભરાયું હતું. તમામ વ્યવસ્થાઓ આજે ટૂંકી પડી હતી. સાંજ સુધી માં બે લાખ લોકો દર્શન કરી તીર્થ સ્નાન કરશે.