સાવધાન : ઈનામના નામે લાખો રુપિયાની છેતરપિંડી કરતી ગેંગ સક્રિય
Live TV
-
જો આપના પર કોઈનો ફોન આવે કે આપ નસીબદાર છો. આપને મોટું ઈનામ લાગ્યું છે પરંતુ તે પહેલા તમારે થોડા પૈસા બેંકમાં જમા કરાવવાના રહેશે. તો સાવધાન થઈ જજો કારણ કે ઈનામના નામે લાખો રુપિયાની છેતરપિંડી કરતી ગેંગ અત્યારે સક્રિય થઈ છે
જો આપના પર કોઈનો ફોન આવે કે આપ નસીબદાર છો. આપને મોટું ઈનામ લાગ્યું છે પરંતુ તે પહેલા તમારે થોડા પૈસા બેંકમાં જમા કરાવવાના રહેશે. તો સાવધાન થઈ જજો કારણ કે ઈનામના નામે લાખો રુપિયાની છેતરપિંડી કરતી ગેંગ અત્યારે સક્રિય થઈ છે અને લોભામણા ઈનામની લાલચ આપી ઠગાઈ કરી રહી છે. અને આવી જ એક છેતરપિંડીનો શિકાર બનતા રહી ગયા મહિસાગરના લુણાવાડાના મહિલા એલ.આઈ.સી. એજન્ટ ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેનના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો કે આપ નસીબદાર છો આપને બે લાખની ગિફ્ટનું ઈનામ લાગ્યું છે. અને ચંદ્રિકાબેનના વોટ્સઅપ પર ઈનામની વસ્તુના ફોટો પણ મોકલ્યા હતાં. ચંદ્રિકાબેન આ સાંભળી સાતમા આસમાને પહોંચી ગયા હતાં. પરંતુ ફોન કરનાર વ્યક્તિએ એમ કહ્યું કે 50 હજાર રૂપિયા તમારે અમારા જણાવ્યા મુજબના ખાતામાં જમા કરાવવાના રહેશે. ચંદ્રિકાબેને એમ પણ કરી લીધુ. પરંતુ થોડા દિવસ વીત્યા છતાં કોઈ વસ્તુ આવી નહીં અને એ જ નંબર પર ફોન કરતા નંબર બંધ આવ્યો. આખરે પોતે છેતરાયાનો અહેસાસ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. અંતે મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા અને સ્ટેટ બેંકના મેનેજરની ઉત્કૃષ્ટ કામગીરીના કારણે તેમને તેમના પૈસા પરત મળી ગયા હાલ પોલીસ આ ઠગ ટોળકી અન્ય કોઈને છેતરે તે પહેલા તેમને ઝડપી પાડવાની દિશામાં કામગીરી કરી રહી છે.