સુરત જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અંગે ચેકિંગ શરૂ
Live TV
-
એક સપ્તાહ સુધી શહેર અને જિલ્લાની 600 સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરાશે. સુરતની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે 6 ટીમો બનાવીને ફાયર સેફ્ટીની સુવિધા અંગે ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.
સુરતના તક્ષશીલાકાંડ બાદ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શહેર તેમજ જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અંગેનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. એક સપ્તાહ સુધી શહેર અને જિલ્લાની 600 સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરાશે. સુરતની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે 6 ટીમો બનાવીને ફાયર સેફ્ટીની સુવિધા અંગે ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. અમુક શાળાઓમાં ફાયર સેફટીની સુવિધાઓ ઊપલબ્ધ હતી તો ઘણી શાળાઓમાં સિસ્ટમ કાર્યરત ન હોવાનું બહાર આવ્યુ હતુ. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે ફાયર સેફ્ટીની સુવિધા ન હોય એવી શાળાઓને નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં તેઓને તત્કાલ ફાયર સેફ્ટીની સુવિધા પૂરી પાડવા તાકિદ કરાઈ છે. ચેકીંગ દરમિયાન સ્કૂલોમાં ફાયર સેફ્ટીની અપુરતી સુવિધા જણાઇ આવતા પાંચ સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી હતી.