સોશિયલ મિડિયાથી શક્ય બન્યુ પરિવાર સાથે પુનઃ મિલન
Live TV
-
સોશિયલ મીડિયા પર આ મહિલાની માહિતી શેર કરવામાં આવી હતી જેનાથી તેનું એક વર્ષ પછી પરિવાર સાથે પુનઃ મિલન થતા ભાવભીના દશ્યો સર્જાયા
બિહારના કટિહાર જિલ્લામાં રહેતા હરીરામના પત્ની 1 વર્ષ પહેલાં ગુમ થયા હતા. હરીરામ અને તેના પરિવારે ઘણી શોધખોળ કરી હતી પરંતુ કોઇ સમાચાર ન મળતા પરિવાર હતાશ થયો હતો. પણ સદનસીબે આ મહિલા ફરતી ફરતી બાયડ સ્થિત બિનવારસી દિવ્યાંગ આશ્રમે આવી પહોંચી હતી. જ્યાંના સત્તાધીશો દ્વારા સોશિયલ મીડિયા પર આ મહિલાની માહિતી શેર કરવામાં આવી હતી અને જેની જાણકારી બિહારના કટિહાર સુધી પરિવારજનોનો સુધી પહોંચી અને તેઓ આશ્રમના સત્તાધીશોનો સંપર્ક કર્યો. ત્યારબાદ આ મહિલાનું તેના પતિ અને બાળકો સાથે એક વર્ષ પછી પુનઃ મિલન થતા ભાવભીના દશ્યો સર્જાય હતા. ઉલ્લેખનીય છે કે, આશ્રમમાંથી અત્યાર સુધી 40 જેટલા લોકો સારવાર અને ગુમ થયેલ લોકોને પરિવારજનો સાથે મીલન કરાવ્યું છે. ઉપરાંત શરણે આવેલ લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ, રહેઠાંણ સહિત તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે મહત્વનું છે કે જિલ્લાનો એક માત્ર એવો આશ્રમ છે કે જ્યાં બિનવારસી લોકોની ખાસ કાળજી લેવામાં આવે છે..