સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચ્યો
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચ્યો છે. સરદાર સરોવર બાદ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાને જોવા દેશ-વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે સરકારની શહેરી વિકાસ યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા શહેરને સુશોભિત કરીને વધુ સારું બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જેના અંતર્ગત વડોદરાની આર્કિટેક કોલેજના 80 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રાજપીપળા મોકલ્યા હતા. વિદ્યાર્થીઓએ રાજપીપળાના જૂના નક્શાઓનો અભ્યાસ કરીને સુધારા વધારા સાથેના ચિત્રો બનાવ્યા હતા. આ ચિત્રોના પ્રદર્શનને રાજવી માનવેન્દ્ર સિંહ દ્વારા ખુલ્લુ મુકાયું હતું.