અફઘાનિસ્તાન-ભારત વચ્ચે પહેલી ટેસ્ટ મેચ, શિખરે સદી ફટકારી
Live TV
-
મેચ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને ટીમોને આ મેચ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
અફઘાનિસ્તાન સામે પહેલી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પહેલી ઇનિંગ્સમાં ભારતે વગર કોઇ નુકસાને 158 રન બનાવી લીધા છે. ઓપનર મુરલી વિજય અને શિખર ધવન ભાગીદારીમાં રમી રહ્યા છે.
શિખર ધવને આ ટેસ્ટ મેચમાં સદી ફટકારી 104 રન બનાવ્યા છે. મેચ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને ટીમોને આ મેચ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું, "હું અફઘાનિસ્તાનના લોકોને તેમની ટીમની પહેલી મેચ રમવા માટે અભિનંદન આપું છું."
અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમની કેપ્ટનશીપ અંજિક્ય રહાણેએ કરી હતી. તેમને બીજી વખત ટેસ્ટ મેચમાં કેપ્ટન બનવાનો મોકો મળ્યો છે. બીજી બાજુ અફઘાનિસ્તાનની કેપ્ટનશીપ અસગર સ્તાનિકજઈ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનને 2011માં આઈસીસીથી માન્યતા મળી છે.