Skip to main content
Settings Settings for Dark

રમતો પ્રત્યે બાળકોની રૂચિ વધવાના હેતુ સાથે મોરબી જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલનો પ્રારંભ

Live TV

X
  • મોરબીમાંથી દરખાસ્ત થયેલા પાંચ પૈકી નવજીવન સ્કૂલનો સ્પોર્ટ્સ સ્કૂલ પ્રોજેકટમાં સમાવેશ થયો છે.

    બાળકોમાં રમત ગમત પ્રત્યે રુચિ કેળવાય તેમજ તેમની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ બનાવવાની યોજના બનાવવામાં આવી છે. જે અંતર્ગત નવરચિત મોરબી જિલ્લામાં તાજેતરમાં સ્પોર્ટ્સ સ્કૂલનો પ્રારંભ થયો છે.

    મોરબી શહેરની નવજીવન વિધાલય ખાતે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા તાજેતરમાં જ સ્પોર્ટ્સ સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪થી સ્પોર્ટ્સ સ્ફુલનો પ્રોજેકટ અમલી બનાવ્યો છે. મોરબીમાંથી દરખાસ્ત થયેલા પાંચ પૈકી નવજીવન સ્કૂલનો સ્પોર્ટ્સ સ્કૂલ પ્રોજેકટમાં સમાવેશ થયો છે.

    આ સ્કૂલને કબડ્ડી અને ટેકવેન્ડોની રમત ફાળવવામાં આવતા પસંદગી પામેલા ૧૧૬ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમત ગમતની તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને તાલીમ મોરબી જિલ્લાના સિનિયર કોચ, બે મેનેજર, ગૃહપતિ, ફિઝિઓથેરાપીસ્ટ સહિતના સ્ટાફ દ્વારા આપવામાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે, તાલીમ લેતા વિધાર્થીઓ માટે આ સ્પોર્ટ્સ સ્કૂલમાં તેમના માટે નિયમિત વર્ગ અભ્યાસ કરવાની સાથે હોસ્ટેલમાં રહેવા જમવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ઊપરાંત, તમામ વિધાર્થીઓને સ્પોર્ટ્સ કીટ અને સ્કોલરશિપ આપવામાં આવે છે.

    આ સ્પોર્ટ્સ સ્કૂલમાં ભાગ લેવા માટે મોરબી જિલ્લા અને રાજયસ્તરે એમ બે કક્ષાએ એડમિશન ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના ૩૫૦ બાળકોએ જિલ્લા કક્ષાની એડમિશન ટેસ્ટ આપી હતી. બાદમાં રાજ્યકક્ષાએ ૧૨૧ છાત્રોએ ટેસ્ટ આપી હતી. તેમાંથી ઉત્તીર્ણ થયેલા ૮૦ છાત્રો રાજયની જુદી જુદી સ્પોર્ટ્સ સ્કૂલોમાં ભાગ લઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply