પહેલી મેચમાં જ રશિયાએ સાઉદી અરેબિયાને હરાવ્યું
Live TV
-
વર્લ્ડ કપ: છેલ્લી મિનિટોમાં ગોલનો વરસાદ, રશિયાનો 5-0થી ભવ્ય વિજય, ચેરિશેવ બન્યો સ્ટાર
ડેનિસ ચેરીશેવે બે ગોલ નોંધાવતાં ફિફા 2018 ફૂટબોલ વર્લ્ડ કપના યજમાન રશિયાએ ગુરુવારથી શરૂ થયેલી ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં શાનદાર વિજય હાંસલ કરતાં સાઉદી અરેબિયાને 5-0થી કચડી નાખ્યું હતું. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન, સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને ફિફાના વડા ગિનાની ઇન્ફેન્ટિનોએ સાથે બેસીને આ મેચ નિહાળી હતી.
લ્યૂરી ગાઝીનસ્કીએ 12મી મિનિટે ગોલ નોંધાવ્યા બાદ વિરામ અગાઉ ચેરિશેવે બીજો ગોલ નોંધાવ્યો હતો. પરંતુ બીજા હાફમાં રશિયાએ સંપૂર્ણ વર્ચસ્વ જમાવીને વધુ ત્રણ ગોલ નોંધાવી દીધા હતા. એલન ઝાગોવેના સ્થાને મેદાનમાં આવેલો ચેરિશેવ હીરો બની ગયો હતો. રશિયાએ 90 મિનિટની રમત બાદ એક્સ્ટ્રા ટાઇમમાં જે બે ગોલ નોંધાવી દીધા હતા. આમ એક સમયે 2-0થી મેચ પૂર્ણ થશે તેવી અટકળ વચ્ચે રશિયાએ 5-0નો સ્કોર કરીને મેચનું પાસું પલટી નાખ્યું હતું.