ફીફા વિશ્વકપ 2018: આજે બીજા દિવસે રમાશે આ મેચ
Live TV
-
ફીફા વિશ્વકપની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ દિવસે ઉદ્ઘાટન મેચમાં યજમાન રૂસે સાઉદી અરબને 5-0થી હરાવીને જીતની સાથે શરૂઆત કરી. આજે ફુટબોલ વિશ્વકપમાં ત્રણ મેચ રમાશે.
ફુટબોલ વિશ્વકપમાં આજે ત્રણ મેચ રમાશે. પ્રથમ મેચમાં ગ્રુપ-એમાં ઉરુગ્વેનો સામનો મિસ્ત્ર સામે થશે. મિસ્ત્રની ટીમ 28 વર્ષ બાદ ફીફા વિશ્વકપ રમવા ઉતરશે ત્યારે તમામની નજર તેના પર રહેશે. ઈજાને કારણે ટીમના સ્ટાર ખેલાડી મોહમ્મદ સાલાહની રમવા પર આશંકા બનેલી છે. બીજીતરફ ઉરુગ્વેની ટીમનો દારોમદાર સ્ટાર સ્ટ્રાઇકર સુઆરેજ એડિસન કવાની પર રહેશે.
દિવસની બીજા મેચમાં રાત્રે 8.30 કલાકે ગ્રુપ-બીની બે ટીમ મોરક્કો અને ઈરાન આમને-સામને ઉતરશે. મોરક્કોની ટીમ 1998 બાદ વિશ્વકપમાં ઉતરી રહી છે. બીજીતરફ વિશ્વકપમાં સ્થાન મેળવનાર ઈરાન એશિયાની સૌથી સારા રેન્કિંગવાળી ટીમ છે.
દિવસના ત્રીજા મેચમાં મોડી રાત્રે 11.30 કલાકે વિશ્વકપના પહેલા સૌથી મોટો મેચમાં સ્પેન અને પોર્ટુગલની ટીમ ટકરાશે. આ મેચમાં તમામની નજર સ્ટાર ખેલાડી રોનાલ્ડો પર રહેશે. બીજીતરફ વિશ્વકપ શરૂ થયાના એક દિવસ પહેલા કોચ જુલેન લોપતેગુઈની હકાલપટ્ટી કરવાને કારણે સ્પેનની ટીમ થોડી દબાવમાં હશે.