અબુધાબીમાં સ્પેશિયલ ઓલમ્પિક ગેમ્સનું સમાપન, ભારતીય ખેલાડીઓનો દબદબો
Live TV
-
ભારતીય ખેલાડીઓએ મેળવ્યા 368 મેડલ, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
કહેવાય છે કે જો મને હોય તો જ માળવે જવાય..શરીરનો કોઈ અંગ ભલે સાથ ન આપે પણ જો સાહસ અને ધગશ હોય તો ઉચ્ચ શિખરો પણ સર કરી શકાય છે..આ સાબિત કરી બતાવ્યુ છે ભારતીય ખેલાડીઓ..અબુધાબીમાં રમાયેલી સ્પેશિયલ ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પર્ફોમન્સ બતાવ્યુ છે..આ ખેલાડીઓ કોઈ માનસિક દિવ્યાંગ છે કોઈ શારીરિક દિવ્યાંગ છે. તેમ છતાં તેઓ પોતાની સમસ્યાઓને કમજોરી નહીં પણ તાકાત બનાવીને મંજીલ સુધી પહોચીને સાબિત કરી આપ્યુ છે કે હમ કીસીસે કમ નહી..અબુધાબીમાં રમાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં ભારતે ઈતિહાસ રચ્યો. ગેમ્સના સમાપન સમય સુધીમાં ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં કુલ 368 મેડલ મેળવ્યા.જેમાં 85 ગોલ્ડ, 154 સિલ્વર અને 129 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જૂડો અને ફુટસલમાં પહેલી વખત ભારતીય ભાગીદારી જોવા મળી. વિશેષ એથલિટોએ જૂડોમાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને ફુટસલમાં 7 સિલ્વર મેડલ મેળવ્યા.14 માર્ચે શરૂ થયેલી સ્પેશિયલ ઓલિમ્પિકનું 21 માર્ચે સમાપન થયું. ભારતે 378 સ્પેશિયલ ખેલાડીઓ મોકલ્યા હતા. જેમાંથી મોટાભાગના ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં મેડલ જીત્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી તમામ ભારતીય ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા..પીએમે લખ્યુ છે કે આ ખેલાડીઓની સફળતા અન્ય ખેલાડીઓને આવી રમતો પ્રત્યે આગળ વધવા અને ઉત્કૃષ્ઠતા પ્રાપ્ત કરવાની પ્રેરણા આપશે..