સૈફ મહિલા ફુટબોલના સેમીફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી ફાઇનલમાં પહોંચ્યું ભારત
Live TV
-
સૈફ મહિલા ફુટબોલ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા ફુટબોલ ટીમે બાંગ્લાદેશને 4-0થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ગ્રુપમાં શરૂઆતથી ભારતીય ટીમ ટોપ પર રહી હતી.
ભારતીય મહિલા ફુટબોલ ટીમે સૈફ ફુટબોલ કપમાં પોતાનો અપરાજય ક્રમ જાળવી રાખતા સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 4-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમનો ફાઇનલ મુકાબલો શહીદ રંગશાલા સ્ટેડિયમમાં આજે યજમાન નેપાળ સામે થશે.
ભારતીય ટીમ સૈફ ચેમ્પિયનશિપમાં ટોપ પર રહી, ભારતીય મહિલાઓએ મેચમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. ભારત તરફથી ઇંદુમતી કૈથરીસેને બે અને દાલિમા છિબ્બર તથા મનીષાએ એક-ેક ગોલ કર્યા હતા. ટૂર્નામેન્ટના ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ત્રણ મેચોમાં કુલ 15 ગોલ કર્યા છે.