અમદાવાદ પોલીસ અને BSFના સંયુક્ત ઉપક્રમે સાયકલિંગ સ્પર્ધા
Live TV
-
પેરા સ્પોર્ટ્સ અને પેરા એથ્લીટ્સને પ્રોત્સાહન આપવા માટે, અમદાવાદમાં એઈએસ ગ્રાઉન્ડથી ઈન્ફીનીટી રાઈડ યોજાઈ હતી.
આદિત્ય ફાઉન્ડેશન અમદાવાદ પોલીસ અને બીએસએફના સંયુક્ત ઉપક્રમે 15 કિ.મી. સાયકલિંગ અને પાંચ કિ.મી.ની દોડમાં અંદાજે 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. દિવ્યાંગ ખેલાડીઓએ સાયકલીંગમાં ભાગ લઈને, આંતરરાષ્ટ્રીય પેરા ઓલમ્પિકમાં ભાગ લેવા ઈચ્છા વ્યક્ત કરી હતી. સંસ્થાના સ્થાપક આદિત્ય મહેતાએ જણાવ્યું હતું, કે દિવ્યાંગોએ હિંમત હારવાની જરૂર નથી. દિવ્યાંગોને 22 જેટલી રમતોમાં ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવશે. આ પ્રસંગે પોલીસ કમિશનર એ.કે.સિંઘ, બીએસએફ આઈજી અજય તોમર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ગૌતમ શાહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.