પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઇનલમાં
Live TV
-
મલેશિયાના ક્વાલાલમ્પુરમાં યોજાયેલી ટી-ટવેન્ટી મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હાર આપી હતી. આ સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વીમેન્સ એશિયા કપની ફાઇનલમાં પહોંચી છે.
શનિવારે યોજાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પાકિસ્તાને 3 વિકેટના નુકસાનથી 72 રન બનાવ્યા હતા. ભારતની મહિલા ટીમે 16.1 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 75 રન બનાવી નિર્ધારીત લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. સ્મૃતિ મંધાનાએ 40 બોલમાં 38 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હવે બાંગ્લાદેશ અને મલેશિયા વચ્ચેની મેચમાં જે પણ ટીમ જીતશે તેની સામે ભારત ફાઇનલમાં રમશે.