આઈપીએલઃ કેકેઆરના સુનીલ નરેને રચ્યો આ ઇતિહાસ
Live TV
-
નરેન આઈપીએલમાં 100 વિકેટ લેનાર પહેલો વિદેશી સ્પિનર બની ગયા છે.
કેકેઆરનું ટ્રમ્પ કાર્ડ સુનીલ નરેને દિલ્લીની ઇનિંગ્સમાં 12 ઑવરમાં ક્રિસ મોરિસની વિકેટ લેતા જ ઇતિહાસ રચી દીધો. તે સાથે જ નરેન આઈપીએલમાં 100 વિકેટ લેનાર પહેલો વિદેશી સ્પિનર બની ગયા. તે પહેલાં કોઈ પણ વિદેશી સ્પિનર આઈપીએલમાં 100 વિકેટ નથી લઈ શક્યા. જોકે આ ટુર્નામેન્ટમાં વિકેટોની સદી પૂરી કરનારા 11મા ખેલાડી છે. સૌથી વધુ વિકેટો લેનારામાં તેમનો ક્રમ 10મો છે. સુનીલ નરેન ભલે નાગરિકત્વની રીતે ટ્રિનિદાદના હોય, પરંતુ વંશની રીતે તેઓ મૂળ ભારતીય વંશના છે.
દિલ્લીની વિરુદ્ધ ત્રણ ઑવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપનાર નરેને ક્રિસ મૉરસ ઉપરાંત વિજય શંકર (2) અને મોહમ્મદ શમી (7)ની વિકેટ પણ ઝડપી હતી. આઈપીએલમાં સૌથી વધુ વિકેટ શ્રીલંકાના ઝડપી બૉલર લસિત મલિંગાના નામે છે. તેમણે 110 મુકાબલા રમતા 154 વિકેટ પોતાના નામે કરી છે.