આજે એશિયાઈ ચેમ્પિયનશીપ ટ્રોફીની ફાઇનલમાં ટકરાશે ભારત અને પાકિસ્તાન
Live TV
-
મસ્કતમાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતે એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતી ચૂકેલી જાપાનની ટીમને ત્રણ - બે થી પરાજીત કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો
એશિયાઈ ચેમ્પિયનશીપ ટ્રોફીની ફાઇલમાં આજે ભારત અને પાકિસ્તાન ટકરાશે. મસ્કતમાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતે એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતી ચૂકેલી જાપાનની ટીમને ત્રણ - બે થી પરાજીત કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઇનલમાં ગુરજીતસિંહ ચિંગલેનસાના કંગુજામ અને દિલપ્રીત સિંહે એક એક ગોલ કર્યો હતો. ફાઇનલ મુકાબલો આજે રાતે દસ વાગીને 40 મિનિટે રમાશે. પાકિસ્તાન મલેશિયાને પરાજીત કરીને ફાઇનલમાં પ્રવેશ્યું છે.