પૂજા ઢાંડાએ વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
Live TV
-
વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતની પૂજા ઢાંડાએ ફ્રીસ્ટાઇલ 57 કિલોના વર્ગમાં બ્રોન્ઝ મેલડ જીત્યો છે.
હંગરીમાં ચાલી રહેલી વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતને પોતાનો બીજો બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ભારતને આ સફળતા મહિલા પહેલવાન પૂજા ઢાંડાએ અપાવી જેણે 57 કિલો વર્ગમાં નોર્વોની ગ્રેસ બુલનને 10-7થી પરાજય આપ્યો હતો. વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા પહેલવાન વિરોધીઓની કમર તોડીને સતત સફળતાની કહાની લખી રહી છે. બજરંગ પૂનિયા બાદ હવે મહિલા વર્ગમાં દેશની ઉભરતી રેસલર પૂજા ઢાંડાના દાવે મેડલની ઈચ્છા પૂરી કરી છે.