વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વનડે ટાઈ
Live TV
-
ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 321 રન બનાવ્યા હતા.
વિશાખાપટ્ટનમમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી વન ડે મેચ ટાઈ પડી હતી. વેસ્ટઇન્ડિઝ સામે જીત માટે 322 રનનું લક્ષ્યાંક હતું, પરંતુ ટીમ 50 ઓવરમાં સાત વિકેટે 321 રન બનાવી શકી હતી. છેલ્લાં બોલ સુધી ચાલેલી રસાકસીમાં વેસ્ટ ઇન્ડિઝને છેલ્લાં બોલે પાંચ રનની જરૂર હતી અને ટીમના સ્ટાર બેટ્સમેન શાય હોપે ચોગ્ગો માર્યો હતો. અને મેચનું પરિણામ ટાઈ રહ્યું હતું. વેસ્ટઇન્ડિઝ તરફથી હેપમેરે 64 બોલમાં 94 રન ફટકાર્યા હતા. જ્યારે શાહ હોપે 130 રને અણનમ રહ્યો હતો.
અગાઉ ભારતે પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટઇન્ડિઝ સામે જીત માટે 322 રનનું લક્ષ્ય રાખ્યું હતું. ભારતની શરૂઆત ખરાબ રહી. રોહિત શર્મા ચાર રને આઉટ થયાં હતાં. જ્યારે શિખર ધવન 29 રન બનાવી LBW આઉટ થયા હતા. અંબાતી રાયડુ અને વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી. જેમાં કોહલીએ 157 રનની ઇનિંગ્સ રમીને 10 હજાર રન પૂરા કરી સચિન તેંડૂલકરનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ વન ડે માં 10 હજાર રન બનાવનાર ભારતનો પાંચમો અને દુનિયાનો 13મો બેટ્સમેન છે.