બીજી વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને આપ્યું 322 રનનું લક્ષ્યાંક
Live TV
-
સૂકાની વિરાટ કોહલીએ 157 રન કરવાની સાથે વન ડે મેચમાં સૌથી ઝડપી દસ હજાર રન બનાવવાનો વિક્રમ સર્જીને ક્રિકેટ રસિયાઓને ખુશ કરી દીધા હતા
વિશાખાપટ્ટનમમાં ટીમ ઇન્ડિયા તથા વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી વન ડેમાં ભારતે શ્રીલંકાને 322 રનનું લક્ષ્ય આપ્યું હતું. સાથે સાથે સૂકાની વિરાટ કોહલીએ 157 રન કરવાની સાથે વન ડે મેચમાં સૌથી ઝડપી દસ હજાર રન બનાવવાનો વિક્રમ સર્જીને ક્રિકેટ રસિયાઓને ખુશ કરી દીધા હતા. વિરાટ કોહલીએ તેની કારર્કિર્દીની સાડત્રીસમી સદી ફટકારી હતી અને ભારતની કથળેલી બાજીને સંભાળી હતી. વિરાટ કોહલીએ અત્યાર સુધી 204 વનડે રમી છે જેમાં 58.69ની એવરેજથી 9919 રન બનાવ્યા હતા. અને આ મેચમાં તેણે 81 રન બનાવી સૌથી ઝડપી 10 હજાર બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીઘો છે. આ ઉપલબ્ધિ સાથે કોહલીએ સચિન તેંડૂલકરનો વર્લ્ડ રેકોર્ડને તોડ્યો છે. સચિને 259 વનડે ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.