આજે SRH સામે MIનો મુકાબલો
Live TV
-
MIએ અત્યારસુધી 5 મેચ રમી છે અને તેમાંથી ફક્ત 1માં જ વિજય મેળવ્યો છે પરંતુ તેમની નેટ રનરેટ પોઝિટિવમાં છે.
MIની વાત કરીએ તો અત્યારે IPLની બધી ટીમોમાં તેની સ્થિતિ સૌથી રસપ્રદ છે. તેણે અત્યારસુધી 5 મેચ રમી છે અને તેમાંથી ફક્ત 1માં જ વિજય મેળવ્યો છે પરંતુ તેમની નેટ રનરેટ પોઝિટિવમાં છે અને ત્રણ અન્ય ટીમ કરતા સારી છે. આનો મતલબ એ થયો કે આ વખતે પણ તેઓ છેલ્લા સ્ટેજમાં અન્ય ટીમોને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચે પહોંચી શકે છે. જો કે, આ માટે MIએ ઘણી મહેનત કરવી પડશે. અત્યારસુધીમાં તેનો સઘળો ભાર સૂર્યકુમાર, ઈશાન કિશન અને મયંક માર્કંડેય જેવા ઓછા જાણીતા ખેલાડીઓએ જ ઉપાડ્યો છે. જ્યારે SRHની વાત કરીએ તો તેનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો છે. સળંગ ત્રણ મેચમાં ત્રણ જીત મેળવીને શરૂઆત કરનારા SRH માટે ભુવનેશ્વર આગામી મેચમાં ન હોવા તેમજ શિખર ધવન અને યુસુફ પઠાણ ઈજાગ્રસ્ત હોવાથી સ્થિતિ અઘરી બની રહેશે.