દિલ્હી ડેરડેવિલ્સ 4 રને હાર્યું,
Live TV
-
ગૌતમ ગંભીર પાસે DDની કિસ્મતમાં પણ નવી સિઝનથી પલટો આવશે તેવી અપેક્ષા રખાતી હતી, પરંતુ તેમ થયું નથી.
KXIP સામે છેવટ સુધી ઝઝૂમીને શ્રેયસ ઐયર છેલ્લા બોલે 5 રનની જરૂર હતી ત્યારે આઉટ થઈ જતાં DDનું નાવડું કિનારે આવીને ડૂબ્યું હતું. DDને મેચ જીતવા છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી ત્યારે શ્રેયસ ઐયરે 1લો બોલ ખાલી કાઠ્યા બાદ 2જા બોલે સિક્સ મારી હતી. આમ હવે મેચ ફરી રસપ્રદ તબક્કે આવી ગઈ હતી. પરંતુ ત્યારબાદ 3જો બોલ ખાલી કાઢી શ્રેયસે ચોથા બોલે બે રન લઈ 5મા બોલે ફોર મારી હતી. પરંતુ છેલ્લા બોલે શ્રેયસ આઉટ થઈ જતાં DD ફરી જીતતાં-જીતતાં હાર્યું હતું.
પ્લન્કેટ 0માં આઉટ, DDની 7મી વિકેટ
રાહુલ તેવાટિયા 21 બોલમાં 24 રનની ઝડપી ઈનિંગ રમીને આઉટ થઈ ગયાના પછીના બોલે પ્લન્કેટ પણ 1લા બોલે 0માં આઉટ થઈ જતાં છેલ્લી 2 ઓવરમાં મેચ ફરી રસપ્રદ તબક્કે આવી ગઈ હતી. જો કે, તેવાટિયાએ જતાં પહેલાં પોતાની જવાબદારી અદા કરી દીધી હતી. સામે છેડે શ્રેયસ ઐયર એકલવીરની જેમ અડીખમ રહ્યો હતો અને 36 બોલમાં 42 રન બનાવ્યા હતા. આમ, DDને જીત માટે છેલ્લા 10 બોલમાં 20 રનની જરૂર હતી અને તેની 3 વિકેટ બાકી હતી.