MIના બેટ્સમેન ફસકી પડ્યા, SRH 31 રને જીત્યું
Live TV
-
MIએ અત્યારસુધી 5 મેચ રમી છે અને તેમાંથી ફક્ત 1માં જ વિજય મેળવ્યો છે પરંતુ તેમની નેટ રનરેટ પોઝિટિવમાં છે.
લો-સ્કોરિંગ મુકાબલામાં MIના પણ બેટ્સમોનોનો ફ્લોપ-શો જોવા મળતાં તેનો SRH સામે 31 રને પરાજય થયો હતો. છેવટે બધો આધાર હાર્દિક પંડ્યા પર હતો પરંતુ તેણે 19 બોલમાં ફક્ત 3 રન કરીને બોલ બગાડવા ઉપરાંત રનરેટ પણ બગાડી હતી. આમ, MI રીતસર જીતની બાજી હારી ગયું હતું. જો કે, SRHના બોલર્સ અને ફિલ્ડર્સને પણ તેટલી જ ક્રેડિટ આપવી પડે કે જેમણે ચુસ્ત બોલિંગ-ફિલ્ડિંગ કરી હતી. SRH તરફથી કોલે 23 રનમાં 3 અને રાશિદે 11 રનમાં 2 વિકેટ લીધી હતી.
ઓપનર સૂર્યકુમાર યાદવ પણ અણીના સમયે 38 બોલમાં 34 રન ફટકારીને આઉટ થઈ ગયો હતો. આમેય SRHની પહેલી ત્રણ વિકેટ સસ્તામાં પડી ગયા બાદ કૃણાલ પંડ્યા 20 બોલમાં 24 અને ડેન્જરસ બેટ્સમેન કેઈરોન પોલાર્ડ ફક્ત 6 બોલમાં 9 રને આઉટ થઈ જતાં MIની 77 રનમાં 6 વિકેટ પડી ગઈ હતી. આમાંથી પોલાર્ડ અને કૃણાલની વિકેટ રાશીદખાને લીધી હતી. જ્યારે સૂર્યકુમાર થમ્પીના બોલે રાશિદના હાથે ઝિલાયો હતો. હવે સાતમા ક્રમે બેટિંગમાં આવેલા હાર્દિક પંડ્યા પર બધો આધાર રહ્યો છે. MIને જીત માટે 30 બોલમાં 42 રનની જરૂર છે.