IPLમાં સૌથી નાની ઉંમરમાં અડધી સદી ફટકારનાર પ્લેયર બન્યો પૃથ્વી શો
Live TV
-
દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમનારા પૃથ્વી શો આઇપીએલમાં સૌથી નાની ઉંમરમાં અડધી સદી ફટકારવા મામલે સંજુ સેમસન સાથે પ્રથમ સ્થાને આવી ગયો છે.
શોએ કોલકાતા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ રમતા 44 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી. પૃથ્વી શો 18 વર્ષ 169 દિવસનો છે. જ્યારે સેમસને પણ આટલી ઉંમરમાં જ આઇપીએલની પ્રથમ અડધી સદી ફટકારી હતી. અંડર-19ના કેપ્ટન પૃથ્વી શોએ અત્યાર સુધી 2 મેચ રમી છે અને પોતાની બીજી મેચમાં જ આવી વિસ્ફોટક ઇનિંગ રમી બધાનું દિલ જીતી લીધુ હતું. પૃથ્વી શોએ પોતાની 62 રનની ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર પણ ફટકારી હતી.