નેશનલ રેપીડ એન્ડ બ્લીટ્ઝ ચેસ ચેમ્પિયનશીપ-2018' નું 2થી 5મે સુધી આયોજન
Live TV
-
આ ટુર્નામેન્ટનું આયોજન 2 થી 5 મે, 2018 સુધી જીએસસી બેંકના હોલ, અમદાવાદ ખાતે કરાયું છે.
ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન તેમજ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે 'નેશનલ રેપીડ એન્ડ બ્લીટ્ઝ ચેસ ચેમ્પિયનશીપ-2018' ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન 2 થી 5 મે, 2018 સુધી જીએસસી બેંકના હોલ, અમદાવાદ ખાતે કરાયું છે.
આ ટુર્નામેન્ટમાં લગભગ 250 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. આ ખેલાડીઓમાં ગુજરાત સહિતના અન્ય રાજ્યોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ભાગ લેશે. લગભગ 40 જેટલા જીએમ, આઈએમ, ડબલ્યુજીએમ, એફએમ, એજીએમ, સીએમ તેમજ ડબલ્યુએફએમ આ ટુર્નામેન્ટના મુખ્ય આકર્ષણ રહેશે. જો કે ગુજરાતના ખેલાડીઓ માટે પોતાના જ હોમ સ્ટેટમાં રમીને જીતવાની આ સુવર્ણ તક છે.