મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે ટકરાશે
Live TV
-
મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ આઈપીએલ-11માં મંગળવારે રાત્રે 8 કલાકે ટકરાશે. મુંબઈની ટીમ 7 મેચમાંથી 2 જીત અને 5 પરાજય સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ આઈપીએલ-11માં મંગળવારે રાત્રે 8 કલાકે ટકરાશે. મુંબઈની ટીમ 7 મેચમાંથી 2 જીત અને 5 પરાજય સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. જ્યારે બેંગલુરુની ટીમ 7 મેચમાં 2 જીત અને 5 પરાજય સાથે સાતમાં નંબરે છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા સાતમાંથી ઓછામાં ઓછી છ મેચ જીતવી પડશે.
મુંબઈ-બેંગલુરુએ બોલિંગ પર ધ્યાન આપવાની જરૂર
આઈપીએલની સફર મધ્યાહ્ને પહોંચી ચૂકી છે. પોઈન્ટ ટેબલમાં છેલ્લી ચાર ટીમ આગળ આવવા મહેનત કરી રહી છે. મુંબઈ અને બેંગલુરુની ટીમ પેપર ઉપર તો ખુબ જ સારી છે, પરંતુ મેદાન પર પ્રદર્શન કરવામાં પાછળ પડી રહી છે. વિરાટ અને રોહિત બંને ફુલ ફોર્મમાં છે, પરંતુ પ્લેઓફમાં પહોંચવા માટે બંનેની ટીમે ઓલ-રાઉન્ડ પ્રદર્શન કરવું પડશે. બેંગલુરુની ટીમે બોલિંગ પર ધ્યાન આપવાની જરૂર છે. શ્રેષ્ઠ બેટિંગ ક્રમને કારણે તેઓ રન બનાવવામાં તો સફળ થઈ જાય છે, પરંતુ બોલિંગ અને ફિલ્ડિંગના ક્ષેત્રે ટીમ નબળી પડી રહી છે. સામે પક્ષે મુંબઈ પાસે પણ મયંક માર્કન્ડે અને પંડ્યા જેવા ખેલાડીઓ ટીમને આગળ લઈ જવામાં મદદરૂપ બની શકે છે, પરંતુ તેના બોલરો પણ અણીના સમયે નબળા પડી રહ્યા છે.