ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનનો આજે પ્રથમ મેગા મુકાલબલો
Live TV
-
પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચૈન્નઈ સુપરકિંગ્સ જેવી બે ધરખમ ટીમો વચ્ચે રમાશે
આજથી અગિયારમી ઈન્ડિયન પ્રિમિયર લીગનો આગાઝ થવા જઈ રહ્યો છે.. જેમાં પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચૈન્નઈ સુપરકિંગ્સ જેવી બે ધરખમ ટીમો વચ્ચે રમાશે. આઈપીએલની ગત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે યોજાનારા મુકાબલા સાથે આઈપીએલની સિઝન ૧૨નો પ્રારંભ થશે. વિરાટ કોહલીની ટીમ જો ધોનીના ધુરંધરોને તેમના જ ઘરઆંગણે પરાજય આપે તો તેનાથી શાનદાર શરૂઆત તેમના માટે હોઈ શકે નહીં. ચેન્નાઈની ટીમના ખેલાડીઓની સરેરાશ ઉંમર ૩૦ વર્ષની પાર છે.બેંગ્લોર અને ચેન્નઈ વચ્ચે અત્યાર સુધી કુલ ૨૨ મુકાબલા રમાયા છે જે પૈકી ચેન્નઈએ ૧૪ મેચ જીતી છે જ્યારે સાત મેચ આરસીબીએ જીતી છે. એક મેચનું પરિણામ આવ્યું નથી. સીએસકેને ચિદમ્બરમ સ્ટેડિયમ પર જીત-હારનો રેકોર્ડ ૩૪-૧૪નો રહ્યો છે. આ મેદાન પર આરસીબીની ટીમ આઠ મેચ રમી છે જે પૈકી માત્ર બે મેચ જીતવામાં સફળ રહી છે.