આજથી આઈપીએલ સિઝન - 12નો પ્રારંભ
Live TV
-
આજથી આઈપીએલ સિઝન - 12નો પ્રારંભ થઈ રહ્યો છે. ચેન્નાઈ ખાતે પ્રથમ મુકાબલામાં આઈપીએલની ગત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની કેપ્ટનશીપની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થશે. આ વખતે સિઝનનો ભવ્ય ઉદઘાટન સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે. BCCIએ તેમાં ખર્ચાનારી રૂપિયા વીસ કરોડની રકમ પુલવામાં આતંકવાદી હુમલાના શહીદોના પરિવારની મદદ માટે આર્મી વેલ્ફેર ફંડમાં આપવાનો નિર્ણય લીધો છે. દરમિયાન આજની મેચમાં વિરાટ કોહલીની ટીમ ધોનીના ધૂરંધરોને તેમના જ ઘરઆંગણે પરાજય આપે તો તેનાથી શાનદાર શરૂઆત તેમના માટે કોઈ હોઈ શકે નહીં. આઈપીએલમાં 3 ટાઈટલ જીતનાર ચેન્નાઈની ટીમ હંમેશાં ટોપ ફોરમાં રહી છે. બીજી તરફ બેંગ્લોરની ટીમમાં ઘણા મોટા નામ હોવા છતાં હજુ સુધી એકેય ટાઈટલ જીતી શકી નથી.