એશિયન ગેમ્સના બારમા દિવસે ભારતે કર્યું ઉત્ક્રૃષ્ઠ પ્રદર્શન
Live TV
-
એશિયન ગેમ્સમાં ભારતના ફાળે કુલ 13 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર તથા 25 બ્રોન્ઝ મેડલ નોંધાયા છે.
એશિયન ગેમ્સમાં ગુરૂવારનો દિવસ ગુજરાત અને ભારત માટે સુવર્ણમય બન્યો હતો. ચાર બાય-100 મીટર રીલે મહિલા દોડમાં ભારતીય ટીમમાં સામેલ ગુજરાતના ડાંગની દોડવીર સરિતા ગાયકવાડે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ઉત્કૃષ્ટ દેખાવ કરીને સરિતાએ ડાંગ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એશિયન ગેમ્સના બારમા દિવસે ભારતે બે ગોલ્ડ અને એક રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ભારતના જિન્સન જ્હોનસને 1500 મીટર પુરૂષ દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેણે 3 મિનિટ 44.72 સેકન્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો મહિલા 400 મીટર રીલે દોડમાં પણ ભારતીય મહિલાઓએ દેશને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. આ ચાર મહિલાઓમાં હિમા દાસ, પી. રાજૂ સહિત ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ સરિતા ગાયકવાડ ઉપરાંત ટીમના અન્ય 3 રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા. પુરૂષ 400 મીટર રીલે દોડમાં ભારતને રજત ચંદ્રક પ્રાપ્ત થયો છે. આ સાથે ભારતના ફાળે કુલ 13 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર તથા 25 બ્રોન્ઝ મેડલ નોંધાયા છે.