Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સમાં ભારતના નામે કુલ 22 મેડલ, 9 ગોલ્ડ મેડલ

Live TV

X
  • ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી.વી સિંધુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવીને ઈતિહાસ સર્જયો

    ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી.વી સિંધુએ , એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવીને ઈતિહાસ સર્જયો છે. જોકે સિંધુ ગોલ્ડ મેડલ માટેની મેચમાં , વર્લ્ડ નંબર વન તાઈવાનની તાઈ જુ યિંગ સામે , હારી ગઈ હતી. આમ છતાં તે એશિયમ ગેમ્સમાં બેડમિન્ટનમાં સિલ્વર મેડલ મેળવનાર , પહેલી ભારતીય ખેલાડી બની છે. સિંધુને તાઈ જુ યિંગે , 13-21, 16-21 થી હરાવી હતી. જ્યારે ભારતીય મહિલા તીરંદાજી ટીમે , એશિયાઈ રમતો દરમિયાન , 10માં દિવસે પહેલો પદક જીત્યો. મહિલા કમ્પાઉન્ડ ટીમના ફાઈનલમાં , કોરિયાએ ભારતને 231-228થી હરાવ્યુ. આ કારણે ભારતીય ટીમને , રજત પદકથી સંતોષ માનવો પડ્યો છે. જેમાં મધુમિતા કુમારી, મુસ્કાન કીરાર , અને જ્યોતિ સામેલ છે. તિરંદાજીમાં પુરુષ ટીમને પણ , સાઉથ કોરીયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. બંને ટીમોએ ચાર સેટના અંતે , 229-229નો સ્કોર નોંધાવ્યો હતો. જેના પગલે પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય થયો હતો. તેમાં પણ બંને ટીમોનો સ્કોર સરખો રહ્યો હતો. જો કે કોરિયન ખેલાડીઓના તીર , નિશાનથી વધારે નજીક હોવાથી , ગોલ્ડ મેડલ કોરિયાના ફાળે ગયો હતો. જાકાર્તામાં પદક સમારોહમાં , સિંધુ અને સાયના નેહવાલને , મેડલ આપવામાં આવ્યા હતાં. સાયનાનો એશિયન ગેમ્સમાં , પહેલો મેડલ છે. એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો, પુરુષોની 800 મીટર રેસમાં ભારતને ગોલ્ડ સાથે , સિલ્વર પણ મળ્યો. મંજિત સિંહને ગોલ્ડ મેડલ મળ્યો. જ્યારે જિનસન જોનસનને , સિલ્વર મેડલ મળ્યો,.,, આ સાથે ભારતને નવમો ગોલ્ડ મેડલ મળ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply