એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા આર્ચરી ટીમે જીત્યો સિલ્વર મેડલ, ભારતના કુલ મેડલોની સંખ્યા 42 પર પહોંચી
Live TV
-
એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધી કુલ 8 ગોલ્ડ મેડલ મળ્યા છે.
ભારતીય મહિલા આર્ચરી ટીમે આજે સિલ્વર મેડલ જીત્યો છે. મહિલા કમ્પાઉન્ડ ટીમે ભારતને આ મેડલ અપાવ્યો છે. ગઈકાલે એશિયાડમાં ભારતનો દિવસ શાનદાર રહ્યો હતો. નીરજ ચોપડાએ જેવલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા પ્રથમ ભારતીય ખએલાડી બન્યો છે. ગઈકાલે ભારતને એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત કુલ 5 મેડલ મળ્યા હતા. એથ્લેટિક્સમાં , મહિલાઓની 200 મીટર દોડમાં દુતી ચંદ અને હિમા દાસ સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. તો પીવી સિંધુ પાસે આજે મેડલની આશા છે. ભારતે અત્યાર સુધી , આઠ ગોલ્ડ, 14 સિલ્વર , અને 20 બ્રોન્ઝ સાથે 42 મેડલ જીત્યા છે.