એશિયન ગેમ્સ - 400 મીટર વિઘ્ન દોડમાં ભારતની અનુ રાઘવે ક્વોલિફાઈ કર્યુ
Live TV
-
ભારતીય જાઉના મુર્મુએ પણ રેસમાં ચોથા ક્રમે રહ્યા હોવા ક્વોલિફાઈ થવામાં સફળતા મેળવી
18મી એશિયન ગેમ્સમાં રવિવારે એથ્લેટિક્સમાં મહિલા વર્ગની 400 મીટર વિઘ્ન દોડમાં ભારતની અનુ રાઘવે ક્વોલિફાઈ કરી લીધું છે. એક અન્ય ભારતીય જાઉના મુર્મુ એ પણ રેસમાં ચોથા ક્રમે રહ્યા હોવા ક્વોલિફાઈ થવામાં સફળતા મળી છે. પુરૂષ વર્ગ 400 મીટર વિઘ્ન દોડમાં ભારતના બે એથ્લીટ સેમિફાઇનલમાં સ્થાન મળી ગયું છે. રવિવારે ભારતને અશ્વ સવારીમાં પણ બે રજત પદક મળ્યા હતા. એશિયન ગેમ્સના સાતમાં દિવસે ભારતના તેજીંદર પાલ સિંહે પુરુષ ગોળાફેંકમાં સુવર્ણ પદક મેળવ્યો છે. આ સાથે ભારતે 7 સુવર્ણ પદક પોતાના નામે કર્યા છે. તો આ પૂર્વે બેડમીંટન મહિલા સીંગલમાં ક્વાટર ફાઈનલમાં પીવી સીંધુએ ઈન્ડોનેશિયાની મારિસ્કા ટુનજુંગને હરાવી ક્વાટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. પીવી સીંધુએ 21-12, 21-15થી ગેમ પોતાના નામે કરી. તો આ પહેલા સાઈનાએ ઈન્ડોનેશિયાના ખેલાડી ફિત્રાનીને 21-6, 21-16, અને 21-14થી માત આપી છે. ભારતની દિપીકા પલ્લીકલે સ્ક્વોશમાં કાંસ્ય પદક મેળવ્યો છે.તો ભારતની જોશના ચિન્નપાને પણ મહિલા સ્કવોશ સિંગલમાં કાંસ્ય પદકથી સંતોષ મેળવ્યો પડ્યો છે. ખેલાડીઓની આ સિદ્ધી બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યાં હતા. આ દરમિયાન ચાર અન્ય ભારતીઓએ એથ્લેટિક્સ ફાઈનલમાં પહોંચીને ભારત માટે પદકની આશા જગાવી હતી. ભારતના મોહમ્મદ અનસે 400 મીટર દોડમાં સેમીફાઈનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.