ગુજરાતના જૂડોના ખેલાડીએ તાજેતરમાં મકાઉ ખાતે સિલ્વર મેડલ મેળવ્યું
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા રમતગમસને પ્રોત્સાહીત કરવા માટે રચવામાં આવેલ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સારા પરિણામો મળી રહ્યાં છે
રાજ્ય સરકાર દ્વારા રમતગમસને પ્રોત્સાહીત કરવા માટે રચવામાં આવેલ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સારા પરિણામો મળી રહ્યાં છે. ખેડાના નડિયાદમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના જૂડોના ખેલાડી મંયક કાદીયાને તાજેતરમાં મકાઉ ખાતે ઓયોજીત એશિયાડમાં દેશની સાથેસાથે ગુજરાતનું નામ સિલ્વર મેડલ મેળવીને રોશન કર્યું છે. મકાઉ ખાતે યોજાયેલ એશિયાડમાં જૂડોમાં 16 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મયંકે યુએઇ હોંગકોંગ હરિફોને હરાવીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેના આ સુંદર દેખાવને કારણે ગુજરાતમાં આનંદ અને ગર્વની લાગણી પ્રસરી હતી.