એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફી હૉકી ટુર્નામેન્ટમાં ભારત અને જાપાન વચ્ચે આજે ટક્કર
Live TV
-
ઓમાનના મસ્કતમાં એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફી હોકીના બીજા રાઉન્ડમાં ભારતે પાકિસ્તાનને 3-1થી હરાવ્યું
ઓમાનના મસ્કતમાં એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફી હોકીના બીજા રાઉન્ડમાં ભારતે પાકિસ્તાનને 3-1થી હરાવ્યું છે. મોહમ્મદ ઈરફાને પહેલાં ક્વાર્ટરમાં પાકિસ્તાનને શરૂઆતમાં બઢત અપાવી, પરંતુ મનપ્રીત સિંહે બીજા ક્વાર્ટરમાં સ્કોર બરાબર કરી દીધો. મનદીપે છેલ્લાં ક્વાર્ટરમાં ભારતને બઢત અપાવી અને દિલપ્રીતસિંહે ત્રીજો અને અંતિમ ગોલ કર્યો હતો.આ જીત સાથે ભારતે આ ટુર્નામેન્ટમાં પોતાના નામે બીજી જીત નોંધાવી છે. આ અગાઉ ભારતે ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચમાં ઓમાનને 11-0થી હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં ભારત આજે જાપાન સાથે અને આવતા અઠવાડિયે મલેશિયા અને દક્ષિણ કોરિયા સાથે રમશે