ડેન્માર્ક ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી સાઇના નેહવાલ
Live TV
-
ડેન્માર્ક ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી સાઇના નેહવાલ
ભારતની સાયના નેહવાલે ડેન્માર્ક ઓપન બેડમિન્ટન સ્પર્ધાના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. સાયનાએ જાપાનની ખેલાડી અકાને યામાગુચીને પરાજીત કરીને અંતિમ આઠમાં સ્થાન મેળવી લીધું છે. પુરૂષ સિંગલ્સમાં પણ ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. કિદામ્બી શ્રીકાંત પણ એક રોમાંચક મુકાબલામાં વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે. પુરૂષ સિંગલ્સમાં સમીર વર્મા પણ ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને પરાજ્ય આપીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. મહિલા ડબલ્સ કક્ષામાં ભારતની અશ્વિની પુનપ્પા અને સિક્કી રેકીની જોડીએ દક્ષિણ કોરિયાની જોડીને પરાજ્ય આપીને ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો.