એશિયાઈ ફૂટબોલ-ભારતે થાઈલેન્ડને 4-1થી હરાવી શાનદાર શરૂઆત કરી
Live TV
-
કેપ્ટન સુનીલ છેત્રીએ બે ગોલ કર્યા હતા, જ્યારે અનિરૂદ્ધ થાપા અને જેજે લાલપેખ્લુઆએ એક ગોલ કર્યો હતો.
ભારતે અબુધાબીમાં પ્રથમ ફૂટબોલ મેચમાં થાઈલેન્ડને 4-1થી હરાવીને AFC એશિયાઈ ફૂટબોલ કપમાં શાનદાર શરૂઆત કરી છે. કેપ્ટન સુનીલ છેત્રીએ બે ગોલ કર્યા હતા, જ્યારે અનિરૂદ્ધ થાપા અને જેજે લાલપેખ્લુઆએ એક ગોલ કર્યો હતો. થાઈલેન્ડ તરફથી કેપ્ટન ટેરાસિલે ફ્રી કિકની મદદથી ગોલ કર્યો હતો. સુનિલ છેત્રીએ 27મી મિનિટે પેનલ્ટી શોટથી ગોલ કર્યો હતો, જે છેત્રીનો 66મોં આંતરરાષ્ટ્રીય ગોલ હતો, ત્યારબાદ તેણે બીજા હાફમાં વધુ એક ગોલ કર્યો હતો. તેણે ગોલ કરવામાં લિયોનેલ મેસ્સીને પાછળ છોડ્યો છે. ભારતીય ફૂટબોલ ટીમ એશિયાઈ કપમાં ચોથીવાર ભાગ લઈ રહી છે. અગાઉ ભારતીય ટીમે 2011માં ભાગ લીધો હતો