AFC એશિયન કપઃ આજે ભારત-થાઈલેન્ડની મેચ
Live TV
-
AFC એશિયન કપ ફૂટબોલ પ્રતિયોગિતામાં આજે ભારત, થાઈલેન્ડની વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. 24 ટીમવાળા આ ટૂર્નામેન્ટમાં ભારત પાસે નૉક આઉટના રાઉન્ડમાં પહોંચવાનો સારો અવસર છે.
એએફસી એશિયન કપ ફૂટબોલની 17મી સિરીઝ શનિવારથી શરૂ થઈ ગઈ છે. આજે ભારતનો મુકાબલો થાઈલેન્ડ સાથે છે. ભારત-થાઈલેન્ડ વચ્ચ અત્યાર સુધી કુલ 24 મેચો રમાઈ છે. જેમાંથી થાઈલેન્ડે 12 અને ભારતે 5 મેચો જીતી છે અને 7 મેચ ડ્રો રહી છે.
છેલ્લી વખત 2010માં ભારત-થાઈલેન્ડ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં થાઈલેન્ડની જીત થઈ હતી. ભારતીય ટીમે ટૂર્નામેન્ટના 63 વર્ષના ઈતિહાસમાં ચોથી વખત ક્વૉલિફાઈ કર્યું છે.