સિડની ટેસ્ટઃ ચોથો દિવસ, ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું ફોલોઑન
Live TV
-
સિડની ટેસ્ટના ચોથા દિવસે વરસાદના વિઘ્ન બાદ ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 300 રનમાં સમેટાયો - ભારતે ફોલોઓન આપતા ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે છ રન - અપૂરતા પ્રકાશના કારણે ચોથા દિવસની રમત પૂરી જાહેર.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા સિડની ટેસ્ટના ચોથા દિવસે આજે ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 300 રનમાં સમેટાઇ ગયો હતો. ભારતે ફોલોઓન આપતા ઓસ્ટ્રેલિયન ટીમ બીજા દાવ માટે મેદાનમાં ઉતરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પહેલા દાવમાં હેરિસે સૌથી વધુ 79 રન કર્યા હતા.
જ્યારે ભારત તરફથી કુલદીપ યાદવે 99 રન આપી પાંચ વિકેટ લીધી હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે 6 રન કર્યા હતા. જોકે, ટી બ્રેક પછી અપૂરતા પ્રકાશના કારણે મેચ ફરીથી શરૂ થઈ શકી નહોતી.